Friday, May 16, 2025

માળીયા: ગેલોપ્સ હોટલ પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે નેશનલ હાઇવે રોડ પરથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, એક ઇસમ જેનુ નામ કાસમભાઇ જેડા રહે.માળીયા વાળા ઇસમના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ગેલોપ્સ હોટલ પાસે આટાફેરા મારે છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ કોર્ડન રેઇડ કરતા કાસમભાઇ ઉંમરભાઈ જેડા મીયાણા ઉવ.૨૮ રહે.માળીયા (મી) દાવલશા પીરના છલાની બાજુમાં તા.માળીયાવાળો ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિંમત રૂ. કિં.રૂ.૫,૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર