માળીયા હળવદ રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક બાંધેલ બે પશુઓને બચાવાયા
માળીયા હળવદ હાઈવે રોડ ઉપર અણીયાળી ટોલ નાકા પાસે ધૈર્ય હોટલ સામે રોડ ઉપર બોલેરો ગાડીમાં બે પશુઓને ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા હોય જે બે પશુઓને બચાવી આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના લૈયારી ગામે રહેતા તાલબ મીયાભાઈ જત (ઉ.વ.૨૯) તથા રમજાન સફીમામદ જત (ઉ.વ.૭૦) રહે. તલ ગામ.જી. કચ્છવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી બોલેરો પીક-અપ ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૨- બીએક્સ- ૭૬૮૯ વાળીનાથ ઠાઠામા બે ભેંસોને દોરડા થી ખીચો ખીચ બાંધી ગાડીના ઠાઠામા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર લઈ જતા હોય ત્યારે પકડી પશુઓને બચાવી ભેંસો નંગ -૦૨ કિં રૂ. ૨૦,૦૦૦ તથા ગાડી કિં રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પશુઓની હેરાફેરી કરતા મળી આવતા બંને ઈસમો વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ઉકાભાઈ છેલાભાઈ ગોલતર દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.