મોરબી: માળિયા (મી) તાલુકાના નાની બરાર થી જાજાસર ગામ તરફ જવાના રસ્તેથી ચાર બીયરટીન સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના નાની બરાર થી જાજાસર ગામ તરફ જવાના રસ્તે આરોપી હમીરભાઇ સુખાભાઈ કોઠીવાર (ઉ.વ.૩૨) રહે. નાની બરાર તા. માળીયા (મી)વાળા પાસેથી બિયર ટીન નંગ -૪ કિં રૂ.૪૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
