માળીયા – કચ્છ ને.હા. રોડ પર ટ્રક પાછળ આઈસર ઘુસી જતા એકનું મોત
માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ગોલાઈ પર ટ્રક પાછળ આઈસર અથડાતાં આઈસર ચાલકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ગોલાઈ પર ટ્રક પાછળ આઈસર રજીસ્ટર નંબર – જી.જે.-૦૧-ડીવી-૫૮૭૬ વાળુ અથડાતાં આઈસર ચાલક નાનુપાલ પેમાભાઈ રાવત (ઉ.વ.૪૯) રહે. રાજસ્થાન વાળાનુ મોંત નીપજાવ્યુ હતુ. આ બનાવ અંગે ભોગ બનનાર ટ્રક ચાલક હસનભાઈ અભરામભાઈ મુસેવાળાએ આરોપી આઇસર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.