Saturday, June 21, 2025

માળીયા; મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; બે શખ્સોની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા બે ઇસમોને કુલ કિ.રૂ. ૬,૨૨, ૦૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડા વાળો માણસો રાખી નવાગામ થી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરાફેરી કરી કરાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક મહિન્દ્રા પીકઅપ વાહન ઉભેલ હોય જેને કોર્ડન કરી ટોર્ચની લાઇટ કરી જોતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જેમાં દેશીદારૂ બનાવવાના ઠંડો તથા ગરમ આથો લીટર ૧૮૦૦ કિ.રૂ.૪૫૦૦૦/ તથા દેશીદારૂ લીટર-૩૮૫ કિ.રૂ.૭૭,૦૦૦/ અને મહિન્દ્રા પીકઅપ મેકસ લોડીંગ વાહન રજીસ્ટર નં.GJ-36-V-8247 વાળીની કિ.રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૬,૨૨, ૦૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમો ફરદીન હાજીભાઇ મહમદભાઇ માણેક મ (ઉવ.૧૯) તથા સાજીદ અયુબભાઇ બાબુભાઇ મીરા (ઉવ.૧૯) રહે. બંને મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ રણછોડનગર મુળ રહે.ધ્રાંગધ્રા જુની મોચીવાડ જી.સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડામાં મોરબીવાળાનુ નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર