માળીયા (મી.)નાં મીઠાના કારખાનામાં વીજળી પડતા એક સગીરનું મોત : એક યુવાન સારવારમાં
માળિયા નજીક એક મીઠાના કારખાનામાં વીજળી પડતાં એક કિશોરનું મોત થયું છે . જયારે તેની સાથે રહેલા બીજા એક યુવાનને ઇજા પહોંચી છે જેમાં મળતી વિગત અનુસાર માળિયા મી.ના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી માથે પડતા રોહિત સુખભાઈ પાટડીયા ઉ.વ .13 નું મોત નીપજ્યું છે .
જ્યારે રમેશ મહાદેવભાઈ ઉ.વ. 21 ને ઇજા પહોંચી છે જેમાં માળીયા નજીક ભારે વરસાદના લીધે વીજળી પડતા તેર વર્ષના સગીર નું મોત થતા શ્રમિક પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે ઘટના ની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને રોહિત પાટડિયા નામના સગીર નાં મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે .