Tuesday, May 13, 2025

માળીયા (મી): નેશનલ હાઇવે રોડ પરથી પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): અવધ ઓનેસ્ટ હોટલ પાસે નેશનલ હાઇવે રોડ પરથી ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, એક ઇસમ સુરજબારી પૂલ ઉપરથી માળીયા બાજુ બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનુ એક્સેસ બાઇક લઇને નિકળનાર છે તેના નેફામાં પીસ્તોલ જેવુ હથિયાર છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી હનીફ ઉર્ફે નંઢો મહમદભાઇ ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે. કુબેર ટોકીઝની પાસે કુબેરની ધાર મફતીયા પરા મોરબી વાળા પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ -૪ કિ.રૂ. ૪૦૦૮-નો મુદ્દામાલ મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર