માળીયા મીયાણામા રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
માળીયા શહેરમાં આવેલ નવા રેલ્વે સ્ટેશને સામે આરોપીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૬ ઈસમોને રોકડ રકમ રૂ. ૧,૦૯,૪૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા મીયાણામા નવા રેલ્વે સ્ટેશન સામે આરોપી સુલેમાનભાઈ દાઉદભાઈ માલાણીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૬ ઈસમો સુલેમાનભાઇ દાઉદભાઇ માલાણી રહે. નવા રેલ્વે સ્ટેશન સામે તા.માળીયા મીં., હાજી આમીન જાનમામદ જેડા રહે. વાડા વિસ્તારમાં તા.માળીયા મીં., હકીમ રસુલભાઇ ભટ્ટી રહે. કાજરડા તા.માળીયા મીં., કાસમભાઇ જુમાભાઇ મોવર રહે. વાગડીયા ઝાંપા પાસે તા.માળીયા મીં., ઇમ્તીયાઝ સુલેમાનભાઇ માલાણી રહે. નવા રેલ્વે સ્ટેશન સામે તા.માળીયા મીં., હસનભાઇ કરીમભાઇ મુસાણી રહે. વાડા વિસ્તાર તા.માળીયા મીં., ફારૂક અલીમામદ જેડા રહે. પીપળી વાસ તા.માળીયા મીં., આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી મિંયાણા રહે.ખીરઇ તા.માળીયા મીં., અલાઉદીન મુસાભાઇ જામ રહે.કાજરડા તા.માળીયા મીં, મહેબુબભાઇ હરધોરભાઇ મોવર રહે. પીપળી વાસ તા. માળીયા મીં, આદમભાઇ વલીમામદભાઇ જેડા રહે. વિરાબાપાની વાંઢ તા.માળીયા મીં, સીકંદર જાનમામદભાઇ જેડા રહે. મવાડા વિસ્તાર તા.માળીયા મીં, ઇકબાલભાઇ રાણાભાઇ મોવર, રહે. વાડા વિસ્તાર તા.માળીયા મીં, ઇલીયાસ જાનમામદભાઇ ભટ્ટી રહે. જુની મચ્છીપીઠ તા.માળીયા મીં, સલીમ ગુલામ હુશેનભાઇ ભટ્ટી રહે. પીપળી વાસ તા.માળીયા મીં, કાદરભાઇ હાસમભાઇ સખાયા રહે. ત્રણ રસ્તા પાસે રાખોડીયો વિસ્તાર તા. માળીયા (મીં)વાળાને રોકડ રકમ રૂ. ૧,૦૯,૪૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
