માળીયા (મીં) માંથી વિદેશી દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૯૬ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા (ઉ.વ.૩૭) રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા (મીં) વાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.