માળીયા નવલખી રોડ ઉપર ટેમ્પો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટના જથ્થા સાથે એક ઝડપાયો
માળીયા મીંયાણાના વર્ષામેડી જુમ્મા વાડી ફાટક પાસે નવલખી રોડ પરથી સુપર કેરી લોડીંગ ટેમ્પો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટની ગેકાયદેસર હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદા સાથે એક ઇસમને કિ રૂ. ૩,૨૮,૦૦૦ /- ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સુપર કેરી ટેમ્પો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય જેના આધારે શંકાસ્પદ લોડીંગ સુપર કેરી ટેમ્પો રજીસ્ટર નંબર GJ-36-V-5079 રોકી ચેક કરતા લોડીંગ ટેમ્પોમાં ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે ચાલકને પુછપરછ કરતા પોતે ટેમ્પો ગાડીમા ભરેલ જથ્થો ગે.કા રીતે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોય જેથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનો જથ્થો ૩૦ કેરબામા ૧૮૦૦ લીટર જે એક લીટરની કિ.રૂ.૭૦/- લેખે રૂ. ૧,૨૬,૦૦૦ તથા સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦ તથા એક ઓપો કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.૨૦૦૦ મળી કુલ કિ રૂ. ૩,૨૮,૦૦૦/-/- નો મુદામાલ કબ્જે કરી શીલ કરી આરોપી જયેશભાઇ ભગવાનજીભાઇ ખાદા (ઉ.વ.૨૯) રહે. હાલ શનાળા બાયપાસ દલવાડી સર્કલ પાસે ઉમા રેસીડન્સી-ર ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર વાળી શેરી મોરબી મુળ રહે. વવાળીયા ગામ ઉપરકોટ વિસ્તાર તા.માળીયા મીયાણાવાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરેલ છે.