માળીયા ફાટક ચાર રસ્તા સીગ્મા સીરામીક નજીકથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: માળિયા ફાટક ચાર રસ્તા સીગ્મા સીરામીક નજીક આવેલ મોબાઇલ ટાવરની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના અમરદર ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા દીપકભાઈ વિનુભાઈ ડોડિયા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૭-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-25-AB-2479 વાળુ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોય જેથી ભોગ બનનાર દીપકભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.