માળીયાના સોનગઢ ગામે ડીઝલ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા, એક ફરાર રૂ; 47.14 લાખનો મુદ્દામાલ જપ્ત
માળીયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ ગામમાં રામજી મંદિર પાછળ રેઇડ કરતા ટેન્કરમાથી ડીઝલ ચોરી કરતા બે ઈસમોને કુલ કિંમત રૂ. ૪૭,૧૪,૮૦૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા હતા.
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ ૦૯ મા રહેલ ડિઝલ લી ૧૮૦૦ કિ રૂ ૧,૪૪,૦૦૦/- તથા એક ટેન્કર જેના રજી નં GJ-19-Y-1551 જેની કિ રૂ ૨૮,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે ૨૨૦૦૦ લીટર જેની કિ રૂ. ૧૭,૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૪૭,૧૪,૮૦૦/- સાથે બે ઇસમો શ્યામજીસિંધ કૈલાષસિંધ રાજપુત (ઉ.વ.૫૩) રહે. હાલ અમદાવાદ, સહજાનંદ રેસીડન્સી દસક્રોઇ,બારેજા તા.જી.અમદાવાદ મુળ રહે. રયા તા.જી.ભદોઇ ભદોઇ (યુ.પી) તથા પરેશભાઇ ઉર્ફે લાલો ભુરાભાઇ વીરડા (ઉ.વ-૪૧) રહે. સોનગઢ તા.માળીયા (મીં) વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દશરથભાઈ જશાભાઇ હુંબલ રહે મોટી બરાર, તા.માળીયા મીયાણાવાળાનુ નામ ખુલતા કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.