Wednesday, September 3, 2025

માળીયાના વાડા વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ; રૂ. 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીંયાણાના વાડા વિસ્તારમાંથી આરોપી જાકીર અકબર માલાણીની દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશીદારૂ લીટર ૫૭૦ કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા આથો લીટર ૩૦૦૦ કિં.રૂ. ૭૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૮૯,૦૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ માળીયા મીંયાણા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને સંયુકતમાં બાતમી મળેલ કે, જાકીર ઉર્ફે જાકો અકબરભાઈ માલાણી રહે.માળીયા મીંયાણા માલાણી શેરી વાળો માળીયા મીંયાણા વાડા વિસ્તાર પાણીના ખાડા પાસે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ ગાળી તેનુ વેચાણ કરે છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ લીટર ૫૭૦ કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૩૦૦૦ કિં.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૧,૮૯,૦૦૦/-નો પ્રોહી. મુદામાલ મળી આવતા આરોપી જાકીર ઉર્ફે જાકો અકબરભાઇ માલાણી રહે. માળીયા મીંયાણાવાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ કલમ ૬૫(ઇ) ૬૫(એફ) મુજબ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર