મોરબી: માળિયા (મી) માં માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) માં માતમ ચોક નજીક ખંડેર મકાનમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી હનીફભાઇ અબ્દુલભાઈ ખોડ (ઉ.વ.૨૩)રહે. મોટી બજાર ચોકની બાજુમાં માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ ૫૨૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
