માળીયામાં હથીયાર સાથે ઈન્સ્ટાગ્રામમા પોસ્ટ કરવી પડી ભારે; 2 આરોપી વિરુદ્ધ કાર્યવાહી
મોરબી: માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી.ટીમે કાયદેસર કાર્યવાહિ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટા/વિડીયોઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા એસ.ઓ.જી. મોરબીએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં હબીબભાઇ વિરાભાઈ નોતીયારના હથીયાર સાથે ફોટાવાળો વિડીયો અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરેલ જેમાં એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો મુકનાર ઇસમનું નામ સરનામુ મેળવી માળીયા ભોળી વાંઢ પાસેથી ઇસમ હબીબભાઇ વિરાભાઈ નોતીયાર ઉ.વ.૫૦ રહે.ભોળી વાંઢ વિસ્તાર માળીયા તા.માળીયાવાળાએ બીજાના પરવાના વાળુ હથિયાર ધારણ કરી – ફોટાવાળો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર તથા ઇસમ વલીમામદભાઇ અભરામભાઈ પલેજા ઉ.વ.૫૮ રહે.ખાખરેચી તા.માળીયાવાળા ફોટાવાળા વિડીયોમાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.