માળીયામાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર ફાયરિંગ: આરોપી વિરુદ્ધ ગૂન્હો દાખલ
માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં હુસેનશા પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ દિલાવરભાઈ જેડા (ઉ.વ.૩૮) એ આરોપી વલીમહમદ નૂરમહમદ મોવર રહે્. માળીયાવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સગા કાકાનો દીકરો સિકંદર રસુલ જેડા આરોપીની છોકરીને આઠેક માસ પહેલા ભગાડી લઈ જઈ લગ્ન કરેલ હોય તેનો ખાર રાખી આરોપી સ્વીફ્ટ ડીઝાયર કાર રજીસ્ટર નંબર -જીજે-૦૧-કે.એફ્.-૨૪૨૬ વાળીમા આવી આરોપીએ ફરીયાદી ઉપર બંદુક જેવા હથીયાર વડે મારી નાંખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હોય જેથી ભોગ બનનારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.