માળીયામાં શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમોને માળિયા પોલીસ દ્વારા પાસા તળે જેલ હવાલે કવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ ઇશમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધીક્ષક મોરબી વિભાગ મોરબી તથા પોલીસ અધીક્ષક મોરબી જીલ્લા મોરબી મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બે ઈસમો વિરૂદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા જે પાસા વોરંટની બજવણી માળીયા મીં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બજવણી કરી આરોપી યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઇ સંધવાણી જાતે મીયાણા (ઉવ.૨૩) રહે જુની ખીરઈ તા.માળીયા મી.વાળાને ભાવનગર જીલ્લા જેલ હવાલે તથા આરોપી ઇકબાલભાઇ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર જાતે મીયાણા (ઉવ.૪૫) રહે. જુની ખીરઇ તા. માળીયા મીયાણાવાળાને જુનાગઢ જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવેલ છે.