માળીયા(મી)ના પંચવટી ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: માળિયા (મી) તાલુકાના પંચવટી ગામે રામજીમંદિરની બાજુની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી ગામે રામજીમંદિરની બાજુની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીડાયાલાલ વાલજીભાઇ મોરડીયા,નરભેરામભાઇ નરશીભાઇ સંધાણી, વશરામભાઇ ગોવિંદભાઇ મોરડીયા, મનસુખભાઇ રાધવજીભાઇ ભાડજા રહે.પંચવટી તા.માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.