Friday, November 28, 2025

માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા : વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજે અને એના આધારે રોજ બરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓની નિર્માણ કરી શકે,એ માટે જીસીઆરટી પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગરદશીત અને બીઆરસી ભવન-માળીયા દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અત્રેની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે યોજાયું.

જેમાં બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો આધારિત જુદી જુદી 25 કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી, વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલ સૌને કૃતિના સિદ્ધાંત, રચના, નિર્માણ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત સમજ આપી હતી, તમામ બાળ વૈજ્ઞાનિકો દાતોઓને શિલ્ડ અને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા, પ્રદર્શનના દાતા તરીકે કિરીટભાઈ કાનગડ તેમજ વિપુલભાઈ સરડવા વિનય સાયન્સ સ્કૂલ પીપળીયા તરફથી અદકેરું યોગદાન આપ્યું હતું.

આ પ્રદર્શનમાં પારસભાઈ સાવલિયા તાલુકા વિકાસ અધિકારી-માળીયા બી.એન. વિડજા આચાર્ય મોડેલ સ્કૂલ,સીતાબેન લાવડીયા ઉપ પ્રમુખ, લખમણભાઈ નાટડા તા.પં.શર્મિલાબેન હુંમલ ટીપીઈઓ – માળીયા, પ્રવિણભાઈ ભોરણીયા આસી.ડીપીસી – મોરબી, હરદેવભાઈ કાનગડ , સુરેશભાઈ ડાંગર સરપંચ અમુભાઈ ડાંગર ટ્રસ્ટી મોડેલ સ્કૂલ,ભરતકુમાર દુધૈયા બ્રાન્ચ મેનેજર બેન્ક ઓફ બરોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા બીઆરસી કો.ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ તમામ સીઆરસી કો.ઓર્ડીનેટર અને મોડેલ સ્કૂલના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર