માળિયાના મોટા ભેલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયાં
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમીના આધારે માળીયા મીયાણાના મોટા ભેલા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે માળીયા મીં વિસ્તારના મોટા ભેલા ગામની સીમામા જાહેરમા તીનપતિનો રોનનો જુગાર રમે છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા રોકડા રૂપીયા ૧૧૯૮૦/- ના મુદ્દામાલ સાથે કુલ પાંચ ઇસમો કાન્તીલાલ ધરમશીભાઇ સરડવા, ખેંગારભાઇ મેરામભાઇ બરબચીયા, ચંદુલાલ દેવજીભાઇ ખાંભળીયા, કરશનભાઇ ભગવાનજીભાઇ ખાંભળીયા, શીવાભાઇ શામજીભાઇ ખાંભળીયા રહે. બધા મોટાભેલા તા. માળીયા મી.વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.