માળીયાના ચીખલી ગામે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮) એ આરોપી પ્રકાશભાઇ વાઘજીભાઇ દેગામા, નવઘણભાઇ વાઘજીભાઇ દેગામા, વાઘજીભાઇ નરશીભાઇ દેગામા તથા વસંતબેન વાઘજીભાઇ દેગામા રહે બધા ચીખલી તા.માળીયા (મીં) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અગાઉ આરોપી પ્રકાશભાઈ પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસને બાતમી આપી હોય એવી ફરીયાદિ પર શંકા કરી ખાર રાખી આરોપીઓએ બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી ફરીયાદીને ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.