માળીયા (મી): માળિયા (મી) તાલુકાના હરીપર ગામ ખાતે દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફર ફાઉન્ડેશનના તેમજ શ્રીહરિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં ૧૫૦ લોકોએ લાભ લીધો હતો.
આ ફ્રી મેગા મેડીકલ કેમ્પમાં નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતું.
આ ફ્રી મેગા કેમ્પનો આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયું હતું જેમાં કેમ્પનો લાભ ૧૫૦ લોકો દ્વારા લેવાયો હતો. આ મેગા મેડીકલ કેમ્પના આયોજનથી રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે લાભદાયક નીવડયો હતો. તેમજ કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો તેમજ ગામના આગ્રણીયોએ દ્વારા આયોજકોનો અભાર માન્યો હતો.
આ ફ્રી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવા માટે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગદર્શન હેઠળ રવિ ડાંગર, કુલદીપ બોરીચા અને આનંદ ડાંગરએ ભરે જેહમત ઉઠાવી હતી.
