માળીયાના હરીપર ગામ નજીક બાઈક હોકળામા ઉતરી જતા બાઈક ચાલકનું મોત
મોરબી: માળિયા (મી) તાલુકાના હરીપર ગામ નજીક મોરબી માળિયા હાઈવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઈથી વળવા જતા બાઈક વળેલ નહી અને બાઈક હોકળામા ઉતરી જતા યુવકને માથામાં તથા પગમાં ઈજા પહોંચતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામે વસમભાઈ પટેલની વાડીએ રહેતા રાકેશભાઇ વેરસીંહ પાલસીયા (ઉ.વ.૨૦) એ આરોપી હીરો હોન્ડા સી.ડી.ડોન. મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-3-AP-3154ના ચાલક મરણ જનાર બુંદલાભાઈ ઉર્ફે રાજનભાઈ વેરસીંગભાઈ પલાસીયા (ઉ.વ.૨૨) રહે. ત્રાજપર ખારી મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૬-૧૦-૨૦૨૨ ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ બુદલાભાઇએ પોતાના હવાલા વાળુ હિરો હોન્ડા સી.ડી. ડોન મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-3-AP-3154 વાળુ પુરઝડપે અને બેદરકારી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને નિકળતા મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ થી વળવા જતા મોટરસાયકલ વળેલ નહિ અને મોટરસાયકલ રોડની સાઇડમા હોકળામા ઉતરી જતા ફરીયાદીના ભાઇ બુદલાભાઇને માથામા તથા પગમા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.