માળીયાના જાજાસર ગામે મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા રીસર્વે કરવા માંગ કરાઈ
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર આણંદભાઇ બીજયાભાઇ બોરીચા તથા પીઠાભાઈ પાલાભાઇ બોરીયાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી વાંધા અરજી રજુ કરી જણાવ્યું છે કે અરજદારની જમીનમા વિજ પોલ બાબતે અરજદારોને સાંભળવામાં આવેલ નથી અરજદારોની જમીન સિવાયની બાજુમાં પડેલ સરકારી ખરાબાની જમીન લાગુ આવેલ છે. અરજદારની જમીનમાં તે બહુ નુકશાન થાય તેમ છે. તેમજ અરજદારોને વળતર બાબતે કે આ બાબતે સાંભળવામાં આવેલ નથી. આ બાબતનું રિસર્સ કરવા માટે હુકમ કરવા વિનંતી છે. તેમજ આ અંગેની તપાસ કરી રેવન્યુ ને સાથે રાખીને તપાસ કરવા હુકમ કરવામાં આવે તેવી માંગ કરી છે.