મોરબી: માળિયા (મી) તાલુકાના જાજાસર ગામ નજીક જલાલુદ્દીન સોલ્ટ પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેકટરના ડ્રાઈવરનુ મોંત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જીલ્લાના બડનાવાજાગીરમા રહેતા શેરુખા ભવેરખા મંગલીયા (ઉ.વ.૪૬) ગત તા.૨૨-૧૦-૨૦૨૨ ના સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાના હવાલાવાળૂ ટ્રેક્ટર રજીસ્ટર નંબર- RJ-07-RD-0413 વાળુ રસ્તામાં પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બિજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પોતાના ટ્રેક્ટરને પલટી મરાવી દેતા પોતાના શરીરે માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા શેરુખાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લા રહેવાસી અને હાલ માળિયા તાલુકાના હરીપર ગામે મજુરી કરી રહેતા હાસમખા વલીમામદભાઈ કલર (ઉ.વ.૩૬) એ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના મીતાણા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધ મહિલાનુ સારવાર દરમ્યાન મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ મહિલા પોતાના ઘરે હોય તે વખતે જમણાં હાથમાં કંઈક ઝેરી જનાવર કરડી જતા પ્રથમ સારવાર ટંકારા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે અવારનવાર દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ કિં રૂ. ૯૩૬૯ રૂપિયાનો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર...