માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો પકડાયાં
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો રોનનો જુગાર રમાતા હોવાની બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા રોકડા રૂપીયા ૧૫૮૩૦/- સાથે કુલ છ ઇસમો મનોજભાઇ બાબુભાઇ સિસણોદ, અજીતભાઇ વિઠલભાઇ થરેસા, મુકેશભાઇ સોંડાભાઇ સંખેસરીયા, વિષ્ણુભાઇ વિઠલભાઇ સુરાણી, સોંડાભાઇ રવજીભાઇ શંખેશરીયા, રતિલાલભાઇ વિરજીભાઇ લાઘણોજા રહે. બધાં ખાખરેચી તા માળીયા મી.વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.