માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીના 64 મીટર કેબલ વાયરની ચોરી
માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં સરલા પરફોર્મન્સ ફાઇબર્સ લીમીટેડ બોમ્બે કંપનીની પવનચક્કીની તાળુ તોડી પવનચક્કીમાથી પાવર સપ્લાયના કેબલ વાયર આશરે મીટર ૬૪ કિં રૂ. ૨૩૦૪૦ રૂપિયાનો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રમજાનભાઈ મુસાભાઈ કાજેડીયા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ સરલા પર્ફોર્મન્સ ફાઈબર્સ લીમીટેડ બોમ્બે કંપનીની પવનચકી નંબર SLP-3(PVKH-9) વાળીનુ તાળુ તોડી પવનચકીમા પ્રવેશ કરી પવનચકીના પાવર સપ્લાયના કેબલ વાયર પહેલા માળથી ભોય તળીયા સુધીના કોઇ ધારદાર હથીયારથી કાપી આશરે ૬૪ મીટર જેની કી.રૂ.૨૩૦૪૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.