Monday, July 7, 2025

માળીયાના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવસર નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ બ્લડ ડોનેશન કેમ્પને મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઈ પારજીયા, ગામના આગેવાન અશોકભાઈ બાપોદરીયા , દિનેશભાઈ પારજીયા માળીયા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ, અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખ મારુતભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિમેષ રંગપરીયા તથા આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર દીપિકાબેન કાપડિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં ખાખરેચી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ કુલ 28 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તથા માળીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ પરમાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર