માળીયાના મુળવદર રણકાંઠે માથાના દુખાવાની બદલે ઝેરી દવા પી જતા મહિલાનું મોત
માળીયા મીંયાણા વિસ્તારના મુળવદર રણકાંઠે રહેતા મહિલાને માથામાં દુખતું હોય જેથી માથાના દુખાવાની બદલે ઝેરી દવા પી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા માલાણી શેરીમાં રહેતા મોહસીનાબેન ગુલજારભાઈ માલાણી (ઉ.વ.૨૦) નામની મહિલા પોતાના માતા પિતાને ત્યાં મુળવદર રણકાંઠે હોય તે દરમ્યાન માથામાં દુખતું હોય જેથી માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી જતા ઝેરની અસર થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળીયા (મીં) પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.