માળીયાના માણાબા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત
માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.૩૧) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.