માળિયા (મીં) ગામની ગુલાબડી વિસ્તાર પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક ઈસમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડીયા કારખાને જવાના રસ્તા પાસે એક ઇસમ પોતાની પાસે એક જામગરી હથીયાર સાથે રાખી ચાલીને આવે છે એવી બાતમીના આધારે ઇસમની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ. ૩૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી સિંકદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા રહે. માળીયા મી સરકારી હોસ્પીટલ પાસે તા. માળીયા (મીં)વાળા વિરૂધ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.