માળીયાના મોટાભેલા ગામે શેરીમાં બાઈક ચલાવવા બાબતે માથાકુટ થતા વૃદ્ધના પુત્રોને એક શખ્સે માર માર્યા
માળીયા મીયાણા તાલુકાના મોટા ભેલા ગામે દાવલશા પીરની દરગાહ સામે વૃદ્ધ મહિલાના ઘર સામે જાહેરમાં શેરીમાં આરોપી પોતાની ગાડી લઈને નીકળેલ ત્યારે તેને શેરીના પ્રેમજીભાઈએ ગાડી ધીમી ચલાવવાનું કહેલ જેથી આરોપીએ બોલાચાલી કરેલ હોય જેથી નજીકમાં વૃદ્ધના દિકરા એ તેના વિશે કહેલ કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે આરોપી સાથે ઝઘડો થાત આ વાત આરોપી પાસે પહોંચતા આરોપી આવી વૃદ્ધ મહિલાના પુત્રોને લાકડી વડે અને પથ્થર વડે મારમારી જાતી પ્રત્યે હડધૂત કરેલ હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અને મજુરી કરતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) એ તેમના જ ગામના ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી બે દિવસ પહેલા ફરીયાદિની શેરીમાંથી આરોપી પોતાની ગાડી લઇને નીકળેલ હોય તે વખતે તેને અમારા શેરીમાં રહેતા પ્રેમજીભાઇએ તેને ગાડી ધીરે ચલાવવા કહેલ જેથી આરોપી ભાવેશે તેની સાથે બોલાચાલી કરેલ જેથી નજીકમાં મારા દીકરા જેન્તીલાલ એ તેના વિશે કહેલ કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે આ ભાવેશ સાથે ઝઘડો થાય આમ આ વાત આરોપી સુધી પહોંચી જતા આરોપીએ આવી ફરીયાદીના દિકરા જેન્તીલાલ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ફરીયાદીના દિકરા અશ્વિન ઉર્ફે અશોકને પથ્થર વડે ઇજા કરી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.