માળિયાના મોટી બરાર ગામે મહિલા પર ચાર શખ્સોનો હુમલો
માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે ફરીયાદી અને આરોપીઓને સંડાસ બાથરૂમની જમીન બાબતે વિવાદ ચાલતો હોય જે બાબતનો ખાર રાખી મહિલાને ચાર શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો જેથી આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયાબેન ભુરાલાલ મુછડીયા (ઉ.વ.૬૦) એ આરોપી કિશોરભાઈ ખીમજીભાઈ મુન્સી, નિશાબેન કિશોરભાઈ મુન્સી, દિપક કિશોરભાઈ મુન્સી, ભારતીબેન દિપકભાઈ મુન્સી રહે. બધાં મોટી બરાર તા. માળિયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદી અને આરોપીઓ એકજ કુટુંબના હોય અને બાજુબાજુમા રહેતા હોય જેઓને સંડાસ બાથરૂમની જમીન બાબતે વિવાદ ચાલતો હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી તથા દક્ષાબેન આરોપીએ ખોદેલ સંડાસ બાથરૂમના પાયા બુરતા હોય તેઓની સાથે આરોપીઓએ ઝપાઝપી કરી ફડાકા તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર જયાબેને આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.