માળીયાના જુના ઘાંટીલા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
માળીયા મીંયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ રૂ. ૨૦૯૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ધીરૂભાઇ સવસીભાઈ ધોરકડીયા (ઉ.વ.૫૦), અજયભાઈ કનુભાઈ ધોરકડીયા (ઉ.વ.૨૦) , દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (ઉ.વ.૩૫), રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડીયા (ઉ.વ.૪૦), રહે. બધા જુના ઘાટીલા ગામ તા. માળીયા (મીં)વાળાને રોકડ રકમ રૂ. ૨૦૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.