માળીયાના રોહીશાળા ગામમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા
માળીયા મીયાણા વિસતારના રોહીશાળા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૩૪,૭૦૦ નાં મુદામાલ સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે રોહીશાળા ગામની સીમમા ખુલ્લા મેદાનમાં જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વાળી હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય તે જગ્યાએ જઈ રેઇડ કરી પાંચ ઇસમો પ્રવીણભાઇ પ્રભુભાઇ કાલરીયા રહે. રોહીશાળા ગામ તા માળીયા મી., જયંતીભાઇ જગજીવનભાઇ બાપોદરીયા રહે.ગામ ખાખરેચી તા માળીયા મી, રતિલાલભાઇ જગજીવનભાઇ કાલરીયા રહે. રોહીશાળા તા માળીયા મી, સુમીતભાઇ સુરેશભાઇ પટેલ રહે રવાપર કેનાલ ચોકડી તા-જી-મોરબી, બળદેવભાઇ જીવરાજભાઇ કૈલા રહે. ખાખરેચી તા માળીયા મીયાણાવાળાને રોકડા રૂપીયા ૩૪,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.