માળીયાના રોહિશાળા ગામના પાટીયા પાસેથી XUV કારમાંથી વિદેશી દારૂની 427 બોટલ ઝડપાઈ

માળીયા (મી): અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી XUV કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૭ કિ.રૂ.૧,૯૧,૦૫૧/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૧, ૯૧, ૦૫૧/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગીરાહે રાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક XUV ગાડી રજીસ્ટર નંબર GJ-01-KQ-8450 વાળી માળીયા તરફ આવનાર છે અને આ ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે.તેવી બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર બાતમીવાળી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી ફોર વ્હીલ ગાડી નીકળતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૭ કિ.રૂ.૧,૯૧,૦૫૧/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૧, ૯૧, ૦૫૧/- નો મુદામાલ કબ્જે કરી આરોપી XUV કારના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img