મોરબીના પંચાસર રોડ પરથી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીના પંચાસર રોડ પર ફારૂકી મસ્જીદ સામે રોડ પર ઇકો કારમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોરબીના પંચાસર રોડ પર ફારૂકી મસ્જીદની સામે રોડ ઈકો સપોર્ટ ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૨-સીજી-૨૫૨૧માંથી વિદેશી દારૂની બોટલ નંગ -૫૪ કિં રૂ. ૩૦,૬૭૨ તથા ઇકો કાર કિં રૂ. ૪,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૪,૩૦,૬૭૨ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે મુદામાલ વેચાણ હેરાફેરી કરવાના આશયથી રાખી આરોપી ઈકો કાર ચાલક નહી મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img