Wednesday, May 7, 2025

માળીયાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, તથા GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ, નવનીતભાઈ, ગામના આગેવાન મણીલાલ સરડવા અને જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. સંજય શાહ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં સરવડ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ જેમાં કુલ ૪૬ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, ડો.અક્ષય સુરાણી, મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -સરવડ માળીયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ પરમાર તેમજ પ્રા.આ. કેન્દ્ર સરવડના પંકજભાઈ પીઠડીયા તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર