Tuesday, July 29, 2025

માળીયાના સરવડ ગામે થયેલ બોગસ ખેડૂત ખાતેદાર જમીન કૌભાંડમાં પણ એક વ્યક્તિની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરવડ ગામના જેતે સમયના તલાટી કમ મંત્રીની અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામે તલાટી કમ મંત્રીની ફરજ બજવતા તલાટી કમ મંત્રીની અટકાયત કરતી રાજકોટ CID ક્રાઈમ

મોરબી જીલ્લામાં જમીન કૌભાંડીઓએ જમીન કૌભાંડ કરવામાં માજા મૂકી છે ત્યારે હવે CID ક્રાઈમે માળિયા મીયાણાના સરવડ ગામે થયેલ બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડમાં પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

મોરબી જીલ્લામાં જમીન કૌભાંડીઓએ કૌભાંડ‌ આચરવામાં કોઈ કસર છોડી નથી ત્યારે મોરબીના ચકચારી જમીન કૌભાંડ વજેપર સર્વે નંબર ૬૦૨ માં એક પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આવું એક બોગસ ખેડૂત ખાતેદાર જમીન કૌભાંડ માળિયા તાલુકાના સરવડ ગામે પણ થયેલ છે. જેથી આ જમીન કૌભાંડની ફરીયાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ આ કૌભાંડની તપાસ મોરબી પોલીસને સોંપી હતી પરંતુ મોરબી પોલીસની કામગીરી ઉડીને આંખે વળગે તેવી હતી જેથી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે જેમાં cid ક્રાઇમે માળિયાના સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડમા જેતે સમયના સરવડ ગામના તલાટી કમ મંત્રી અને હાલ મા ખાખરાળાં ગામે ફરજ બજાવતા ભરતભાઈ દેવજીભાઈ ખોખર (ઉ.વ.૩૭) રહે. પટેલ કન્યા છાત્રાલય પાછળ, યદુનંદન – ૨૨ મોરબીવાળાની ધોરણસર અટક કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર