માળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં યુવક નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયેલ હોય ત્યારે એક શખ્સ ગાળો બોલતો હોય જેને ગાળો બોલવાની ના પાડતાં સારું નહીં લાગતા અન્ય ત્રણ શખ્સો સાથે મડી યુવકને છરી, લોખંડના ધારીયા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના સરવડ ગામે રહેતા દિપકભાઇ વિરજીભાઈ મુછડીયા (ઉ.વ.૨૭) એ આરોપી અરવિંદભાઇ રણછોડભાઇ પરમાર તથા તુલસીભાઇ રણછોડભાઇ પરમાર અને રણછોડભાઇ પરમાર બધા રહે- સરવડ ગામવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પંકજભાઇ ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયેલ હોય ત્યારે આરોપી ભુંડી ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે સારૂ નહી લાગતા આરોપીએ હાથમાં છરી, ધારીયા ધારણ કરી ફરીયાદીને છરી વડે ઇજા કરી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.