માળીયાના વાગડીયા ઝાંપા પાસે ઈકો કારમાંથી વિદેશી દારૂની 197 બોટલો ઝડપાઈ; બે ઈસમોની ધરપકડ
માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ – પીપળીયા ચાર રસ્તા નજીક વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ નાં મુદામાલ સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ – પીપળીયા ચાર રસ્તા નજીક આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૮-બીબી-૭૧૩૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા એક મોબાઇલ ફોન કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ ના મુદ્દામાલ સાથે આરોપી કિશનભાઇ આયદનભાઇ ખાદા (ઉ.વ-૨૯) રહે. ગામ વવાણીયા તા માળીયા મી તથા સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઇ સવસેટા (ઉ.વ ૨૯) રહે. ગામ વવાણીયા તા માળીયા મી.વાળાને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ સાધુરામ રેઇડ દરમ્યાન હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.