માળીયાના વાગડીયા ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમો ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી) ના વાગડીયા ઝાંપા પાસે અખાડામાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) ના વાગડીયા ઝાંપા પાસે અખાડામાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી, સાઉદીનભાઈ જાનમામદભાઈ ભટ્ટી, યુનુશભાઇ તાજમામદભાઈ ભટ્ટી, કાસમભાઈ જુમાભાઈ મોવર, ઈરફાનભાઈ સલીમભાઈ કટીયા, ફતેમામદભાઈ તાજમામદભાઈ જામ, સિંકદરભાઈ જાનમામદભાઈ ભટ્ટી રહે. બધાં માળીયા (મીં) વાળાને રોકડ રકમ રૂ.૧૦૨૦૦ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.