માળિયાના વેણાસર ગામેથી બાઈકની ચોરીની ફરીયાદ નોંધાઈ
માળિયા (મી): માળિયા તાલુકાના વેણાસર ગામે ફરીયાદીના વંડા પાસે બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વેણાસર ગામે રહેતા રાણાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૧-૨૦૨૪ થી ૨૧-૦૧-૨૦૨૪ દરમ્યાન ફરીયાદીના હવાલા વાળુ સોનાલીકા-૭૪૦ બ્લુ કલરનું ટ્રેક્ટર જેના રજી નં-GJ-13-M-5720 વાળાની કિં. રૂ.૨૦૦,૦૦૦/- નું પોતાના વંડા પાસે બહાર રાખેલ હોય જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર રાણાભાઇએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.