માળીયાના વિદરકા ગામે સગીર પર ચાર શખ્સોનો છરી, તલવાર વડે જીવલેણ હુમલો
માળીયા મીયાણા તાલુકાના વિદરકા ગામની સીમમાં યુવકનો દિકરો યુવકના સાળા સાથે કંપની બહાર રોડની સાઈડમાં કુદરતી હાજતે ગયેલ હોય તે દરમ્યાન ચાર શખ્સો પસાર થતા તેને સારૂ નહી લાગતા સગીર સાથે બોલાચાલી કરી સગીર પર ચાર શખ્સોએ તલવાર, છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયા મીયાણા તાલુકાના વિદરકા ગામની સીમમાં ક્યુલેક્ષ કંપનીની બાજુમાં એલીગોલ્ડ ક્વાર્ટરમાં રહેતા અનિલભાઈ બુધિયાભાઈ વર્મા (ઉ.વ.૩૮) એ આરોપી જાવેદ ગુલામભાઈ જેડા, સદામ હસનભાઈ કટિયા, યારો શેરમહમદ મોવર તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરો સુભમ ઉવ.૧૪ વાળો ફરીયાદીના સાળા સાથે કંપની બહાર રોડની સાઇડમાં કુદરતી હાજતે ગયેલ હોય તે દરમ્યાંન આરોપીઓ ત્યાંથી પસાર થતા જે આરોપીઓને ન ગમતા સામાન્ય બોલાચાલી થતા તેનો ખાર રાખી ચારેય આરોપીઓ ફોર વ્હીલ ગાડીમાં બેસી નવી બનતી કંપનિના લેબ કવાર્ટસ ખાતે અપ પ્રવેશ કરી છત ઉપર જઇ ફરીયાદીના દીકરા સુભમ સુતો હોય તેની સાથે બોલાચાલી ઝધડો કરી આરોપીઓએ સુભમને તલવાર, છરી વડે ગંભીર ઇજા કરી તથા લાકડાના ધોકા વડે મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.