માળીયાના વિર વિદરકા ગામ નજીક પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું; એકની ધરપકડ કરાઈ
મોરબી જીલ્લામાંથી થોડા સમય પહેલા કોલસા કૌભાંડ અને ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારે મોરબી- માળીયા નેશનલ હાઇવે રોડ પર વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું છે જેમાં એક ઇસમને કુલ કિ.રૂ. ૫૬,૪૦,૧૦૬/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હોય તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં અમુક ઇસમો દ્વારા ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા હોય જેથી આ અંગે રેઇડ કરી એક ઇસમ સાજન સરીફખાન પઠાણ (ઉ.વ.૨૧) રહે. હાલ પરંપરા હોટલ વિર વિદરકા ગામ તા.માળીયા(મિ) જી.મોરબી મુળ રહે. યુપીવાળાને રૂ.૫૬,૪૦,૧૦૬/-ના મુદામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ ઈસમો મળી કુલ ચાર આરોપીઓ ટૅન્કર નં. GJ-12-AU-6771 નો ચાલક, મહીંદ્રા બોલેરો પીક અપ ગાડી નં.-GJ-16-Z-3230 નો ચાલક, તથા બોલેરો ગાડી રજીસ્ટર નં:- GJ-16-Z-3230 ના ચાલક સાથેનો બીજો એક શખ્સ વિરુધ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.