માળીયાના વાધરાવા ગામના પાટીયા નજીકથી 24 લાખનું ડમ્પર કોઈ ચોરી ગયું
માળીયા મી: માળિયા (મી) અમદાવાદ હાઈવે વાધરવા ગામના પાટીયા પાસે એસાર નાયરા પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી ૨૪ લાખનું ડમ્પર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હોવાની માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મયુરભાઈ કાનજીભાઇ ડાંગર (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં માળિયા (મી) અમદાવાદ હાઈવે વાધરવા ગામના પાટીયા પાસે એસાર નાયરા પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી ફરીયાદીનું ટાટા ડમ્ફર જેના જી.જે.૩૬.ટી.૭૩૭૨ જેની કીં. રૂ.૨૪૦૦૦૦૦/-ગણી શકાય જેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે મયુરભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.