મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા એ 29 મીઠાઈ- ફરસાણની દુકાનમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યુ
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી હતી, લાઇસન્સ, અખાદ્ય સામગ્રી, સહિતની બાબતોની તકેદારી ન રાખનાર 17 દુકાન ધારકોને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા એ નોટિસ પાઠવી હતી, ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની વિઝીટ દરમિયાન ભક્તિનગર સર્કલ વિસ્તારમાં આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝ માં અખાદ્ય કલરના 3 લીટર જથ્થાનો નાશ કરાયો હતો, ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મ માંથી 2 લીટર જેટલા અખાદ્ય કલરનો નાશ કરાયો હતો, મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા એ ફૂડ ચેકિંગ તથા નિરીક્ષણ કામગીરી દરમિયાન કુલ 5 લીટર અખાદ્ય કલરના જથ્થાનો નાશ કર્યો હતો. મોરબી મનપાની ફુડ શાખા દ્વારા લાયસન્સ ચેકિંગ કામગીરી અને હોટલ રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને ત્યાં સ્વચ્છતા સહિતનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.