મોરબી મનપા દ્વારા પાણીની DI પાઈપલાઈનનું કામ પ્રગતિ હેઠળ
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે હેતુસર શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પ્રગતિ હઠળ છે. આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ રૂ. ૪૬.૩૮ (લાખ) ની ગ્રાન્ટ સરકારમાંથી મંજુર થઈને મળી આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫૦ મી.મી. તથા ૨૫૦ મી.મી. વ્યાસની ડી.આઈ. (D.I.) પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ યોજનામાં હાલની જૂની પાણીની પાઇપ લાઇનને બદલે નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવનાર છે
તેમજ આ યોજનામાં વાલ્વનો પણ સમાવેશ કરેલ છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહશે. આ યોજના પૂર્ણ થયે આ વિસ્તારના છેવાડા ના ઘરો સુધી પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ૮૨૫ મીટરની પાઈપલાઈન નાખવાની મંજુરી મળેલ છે. જેમાંથી ૪૮૦ મીટર પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ નવી DI પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ લગત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં અનેક ગણો સુધારો થશે અને આ વિસ્તારમાં પુરતો પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે.