હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી 80 હજારના દાગીનાની ચોરી; ફરીયાદ દાખલ
હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાંથી અલગ અલગ ચાંદીની ફેણો તથા છત્તરો જેનુ આશરે કુલ વજન બે કિલોગ્રામ જેટલુ જેની અંદાજીત કિમત રૂપિયા ૮૦,૦૦૦ જેટલાની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.