Wednesday, October 15, 2025

મોરબીમાં મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ, ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી.

આ વિકાસ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપ સિંહ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર